ડાંગજિલ્લાના વઘઇના શિવારીમાળ ગામે વૈદિક દીક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ, ૧૨,પરિવારોની હિન્દૂ ધર્મમાં ઘરવાપસી

 

 બોક્સ -હિન્દૂ અગ્નિવિર સંગઠન દ્વારા શિવારીમાળના વૈદેહી આશ્રમમાં વૈદિક દિક્ષા શુદ્ધિકરણ મહોત્સવ યોજાયો

—–

વાંસદા-ડાંગ

અગ્નિવિર હિન્દુ સંગઠન ડાંગના નેતૃત્વ હેઠળ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા સિવારીમાળ ગામે વૈદેહી આશ્રમમાં ડાંગના વિવિધ વિસ્તારના ૧૨ જેટલા પરિવારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા પાઠ કરીને શુદ્ધિકરણ યજ્ઞમાં માં ભાગ લીધો હતો. વઘઇના શિવારીમાળ આશ્રમ હિન્દુ અગ્નિવીર સંગઠન દ્વારા વૈદિક દીક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ભજન કીર્તન સાથે મંત્ર જાપ સાથે પૂજા અર્ચના કરાઈ હતી. આ શુદ્ધિકરણ મહોત્સવ માં ૧૨ જોડાએ ભાગ લીધો હતો અને મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી.ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી અન્ય કારણોસર, સનાતન ધર્મ કેટલાક પરિવારો દ્વારા વર્ષોથી ત્યજી દેવામાં આવ્યો હતો. જેમાં અગ્નિવીર હિન્દુ સંગઠન સનાતન ધર્મના તમામ પરિવારોનું વૈદિક દિક્ષા શુદ્ધિકરણ કરીને હિન્દૂ ધર્મમાં ફરી વાપસી કરાવી હતી. આ કાર્યક્રમમાં ડો.પી.પી. સ્વામીજી સાધ્વી હેતલબેન, આદરણીય ગુરુજી સાધ્વી અનિતાબેન, મહેન્દ્રસિંહ રાજપુરોહિતના માર્ગદર્શન હેઠળ અને જિલ્લાના મુખ્ય અતિથિ, હિન્દુ સાધ્વી યશોદા દીદીએ તમામ પરિવારોને આશીર્વાદ આપવા માટે હાજરી આપી હતી. જેમાં હિન્દુ સંગઠનના પ્રભારી મહેન્દ્રસિંહ રાજપુરોહિત, પરેશભાઈ ગાયકવાડ,

મહેન્દ્ર ભોંય સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહીને પૂરતો સહકાર આપ્યો હતો. આ વૈદિક દિક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ દરમિયાન અગ્નિવીરના સંસ્થાપક સંજીવભાઈ નેવર અને માર્ગદર્શક વાસીભાઈ શર્માના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી.જેમાં અગ્નિવીરના સ્થાપક સંજીવભાઇ નેવર અને માર્ગદર્શિકા વાશીભાઇ શર્માજીએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતુંCategory : News

Post a Comment

أحدث أقدم